આજકાલની વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં ગૃહિણીઓ ખૂબજ વ્યસ્ત રહે છે. ઝડપથી કામ પતાવવા માટે ગૃહિણીઓ અવનવા ઉપાય શોધતી હોય છે. એવામાં જે ગૃહિણીઓ ઓફિસ જાય છે નોકરી કરે છે એવી મહિલાઓ રસોઈ બનાવવા માટે ઉતાવળ કરતી હોય છે. આજે અમે તમારા માટે એવી જ નાની અને ટચૂકડી ટિપ્સ લઈને આવ્યા છીએ જેનાથી તમને ઘણા બધા ફાયદાઓ થશે. ઘણીવાર આપણને આ નાની-નાની વાતોની ખબર નથી હોતી જેના લીધે ઘણું બધું નુકસાન થતું હોય છે.
ગૃહિણી એટલે તેને નાના બાળકથી લઈને ઘરના તમામ વ્યક્તિઓ નું ધ્યાન રાખવાનું હોય છે. મોટાભાગે બધી જ ગૃહિણીઓ રસોઈ બનાવવામાં એક્સપર્ટ હોય છે. જોકે સારી રસોઈ બનાવીને પીરસવી એ પણ એક રસોઈ બનાવવાની કળા છે. ઓછા સમયમાં ફટાફટ રસોઈ બનાવી શકો તેવી થોડી એવી ટિપ્સ અહીંયા અમે તમને જણાવીશું જે તમને રસોડામાં ફટાફટ કામ કરવા માટે ઉપયોગી થશે.
=>તમને ખબર હશે કે લીલા વટાણાનું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળી એ એટલે તે સંકોચાઇ
જાય છે પણ જો તમે ઇચ્છતા હો કે આવું ન થાય તો એના માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણા
ને બાફી લેવા અને શાક બનાવતા સમયે આ જ પાણીનો ઉપયોગ કરી લેવો.
=>જો તમારે પુલાવ નો એક-એક દાણો છૂટો અને સુગંધ પણ સરસ જોતી હોય તો જ્યારે ચોખા અડધા
ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ નાખી દો.
=>જો તમારે ભાત એકદમ છુટ્ટો અને સફેદ બનાવવો હોય તો તેમાં અડધી ચમચી મીઠું તથા એક લીંબુ
નાખી શકાય તેનાથી ભાત સરસ છુટ્ટો તથા એકદમ સફેદ બનશે
=> જો તમારાથી દાળ ભાત ની દાળ આછી થઈ ગઈ હોય તો તેમાં ભાતનું ઓસામણ નું પાણી નાખી
દેવું જેનાથી દાળ ઘાટી તથા વધુ સ્વાદિષ્ટ બની જશે.
=>લસણ ની છાલ ઝડપથી ઉતારવા માટે લસણ ને થોડું ગરમ કરી લો લસણ ની છાલ તરતજ ઉતરી જશે.
=> રોટલી બનાવવાની તવી અથવા પ્લેટ ચોખ્ખી કરવી હોય તો રોટલી બનાવ્યા બાદ તુરંત લીંબુ ની
છાલ ઘસવાથી તવી અથવા પ્લેટ ચોખ્ખી થઈ જશે.
=> જૂના બટાકા બાફો ત્યારે તેમાં લીંબુનો રસ નાખવાથી બટાકા સફેદ રહેશે.
=> ખીર બનાવતી વખતે ખાંડ સાથે ઇન્સ્ટન્ટ કુલ્ફી પાવડર મિક્સ કરો તો દૂધ ઝડપથી ઘાટુ થશે તથા
ખીર નો સ્વાદ પણ સરસ લાગશે.
=> ડુંગળી અને બટેટા ને ટોપલીમાં સાથે ન રાખો જો સાથે રાખશો તો બટાકા ઝડપથી બગડી જશે.
=> દૂધ જે પાત્રમાં ગરમ કરવાના હો તે પાત્ર ની કોર પર માખણ કે ઘી લગાવી દો આમ કરવાથી દૂધ નો
ઉફાળો બહાર નહીં આવે.
=> ભીંડા નું શાક બનાવો ત્યારે ભીંડા ની અંદર ખૂબ જ ચિકાસ હોય છે તેમાં લીંબૂ અથવા તો ખાટી
છાશ મિક્સ કરવાથી ભીંડાની ચિકાસ દૂર થાય છે.
=> મીઠાની બરણીમાં જો ભેજ લાગતો હોય તો મીઠાની બરણીમાં થોડા ચોખા નાખી દો જેનાથી મીઠું
ઓગળશે નહીં અને ભેજ પણ નહીં લાગે.
=> લોટ બાંધતી વખતે પાણીમાં થોડું દૂધ નાખી દો જેનાથી રોટલી સ્વાદિષ્ટ બનશે.
=> ખાંડ ના ડબ્બામાં થોડા લવિંગ નાખી દો આમ કરવાથી ખાંડ ના ડબ્બામાં કીડીઓ નહિ આવે.
=> કાપેલા સફરજનનો ઉપરનો ભાગ કાળો ન પડે માટે લીંબુના ટીપા પાડી દો જેનાથી સફરજનનું
ઉપરનું પડ કાળું નહીં પડે.
=>ડુંગળી કાપતી વખતે આંખોના બળે માટે ડુંગળીને પાણી ભરેલા પાત્રમાં કાપો આમ કરવાથી
આંખો નહીં બળે.
=> ટીંડોરા ના શાકમાં લીંબુનો રસ નાખવાથી શાક વધારે સ્વાદિષ્ટ બને છે
=> રીંગણ બટાકા ના શાક માં સ્વાદ વધારવા માટે તેમાં શેકેલા સિંગદાણાનો ભૂકો નાખો.
=> ઉપમા બનાવતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી ઉપમા છૂટો બનશે.
=> અડદની દાળને બફતા પહેલા પાંચ મિનિટ અડધી ચમચી મીઠાવાળા પાણીમાં પલાળી દો
દાળ એકદમ છૂટી થશે અને તેની જમતી વખતે મોં માં તેની ચીકાશ પણ નહીં આવે.
=> કઢી બનાવતી વખતે તેમાં ઉભરો આવે છે એવામા સ્ટીલની ખાલી વાટકી કઢી ની તપેલી માં
નાખી દેવાથી કઢી ઊભરાશે નહીં.
=> લીલા શાકભાજી નો રંગ કાળો ન પડે એના માટે તેલ ગરમ કરતી વખતે સહેજ મીઠું નાખી દો
પછી શાકનો વઘાર કરો શાક નો લીલો રંગ જળવાઈ રહેશે.
=> ફ્રેન્ચ ફ્રાઈઝ ને એકદમ ક્રિસ્પી બનાવવી હોય તો તેમાં કાંટાથી કાણા પાડીદો અને પછી બનાવો.
=> આલુ પરોઠા બનાવતી વખતે બટાકાના મિશ્રણમાં અથાણાનો મસાલો અને તેનું તેલ મિક્સ કરો
અને ધીમી આંચે શેકવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગશે.
=> મોણ ઓછું નાખીને પણ ક્રિસ્પી મઠરી બનાવી હોય તો લોટને ભીના કપડામાં વીંટાળી બે-ત્રણ
મિનિટ સુધી સ્ટીમથી બાફો પછી કપડું કાઢી નાંખી તેમાં થોડું મોણ નાખો અને ખૂબ મસળો તેમાંથી
લુઅા બનાવી મઠરી બનાવો.
=> કાપેલા બટાટાની ચીપ્સને લાંબો સમય સફેદ રાખવા માટે ફટકડીના પાણીમાં પલાળીને રાખો.
=> લીંબુ ને લાંબો સમય તાજા રાખવા માટે લીંબુની ફાડ પર નમક લગાવીને રાખો અથવા તો
લીંબુને કાચની બરણીમાં પેક કરીને રાખો.
=> કાચા કેળા ને લાંબો સમય રાખવા માટે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને ફ્રીજમાં રાખો.
=> ખાટી છાશ માં થોડી મલાઈ ઉમેરી દો છાશની ખટાશ ઓછી થઈ જશે.